અરજ કરેછે મીરા રાંકડી રે, ઊભી ઊભી
મુનિવર સ્વામી મારા મંદિરે પધારો વ્હાલા,
સેવા કરીશ દિન રાતડી રે, …ઊભી ઊભી,
ફૂલના હાર વહાલા, ફૂલના ગજરા કરું,
ફૂલના તોરા ફૂલ પાંખડી રે , …ઊભી ઊભી,
બાઈમીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ વ્હાલા,
તમને જોઈ ઠરે મારી આંખડી રે, …ઊભી ઊભી,
-મીરાંબાઈ,