જેને મારા પ્રભુજીની || Jene Mara Prabhujini Lyrics || Bhajan Lyrics

0
197
જેને મારા પ્રભુજીની ભક્તિ ન ભાવે તેને ઘેર શીદ જઇયે રે,
જેને  ઘેર સંત પ્રહૂણો ના આવે રે, તેને  ઘેર શીદ જઇયે  રે,

સસરો અમારો અગ્નિનો ભડકો  સાસુ સદાની શૂળી રે,
એની પ્રત્યે મારુ કાઈના ચાલેરે એને આંગણિયે નાખું પૂળી રે,…તેને,

જેઠાણી મારી ભમરાનું જાળું દેરાણી તો દિલમાં દાજીરે,
નાની  નણંદ તો મોં મચકોડે  તે  ભાગ્ય અમારે કર્મે  પાજી રે,…તેને,

નાની  નણંદ તો મોં મચકોડે  બળતામાં નાખે છે વારી રે,
મારા ઘર પછવાડે શીદ પડી છે બાઈ તું જીતી નેહું હારી રે ,…તેને,

તેને ખૂણે બેસીને મેં તો ઝીણું કાંત્યું તે નથી રાખ્યું કઈ કાચું રે,
બાઈમીરા ગિરધર ગુણ ગાવે તારા આંગણીયામાં થૈ થૈ નાચુરે,…તેને,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here