નાનું સરખું ગોકુળિયું | Nanu Sarkhu Gokuliyu Lyrics

0
2289
નાનું સરખું ગોકુળિયું
મારે વ્હાલે વૈકુંઠ કીધું  રે ,
ભક્ત જનોને લાડ લડાવી
ગોપીયો ને સુખ દીધું રે ,
ખટદર્શન ખોળ્યો ન લાધે,
મુનિજનને ધ્યાન ના’વે રે,
છાસ વલોવે નંદ ઘેર વ્હાલો
વૃંદાવન ધેનુ ચરાવે  રે ,
વણ કીધે વ્હાલો વાતો કરે
પૂરણ બ્રહ્મ અવિનાશી  રે,
માખણ કાજ મહિયારી આગળ
ઉભો  વદન  વિકારી  રે ,
બ્રહ્માદિક જેનો પાર ન પામે
શંકર  કરે  ખવાસી  રે ,
નરસૈંયાનો ભક્ત તણે વશ
મુક્તિ સરીખી દાસી રે ,

Nanu Sarkhu Gokudiya Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here