પ્રીત પુરવનીરે શુંકરું ઓ રાણાજી મારી પ્રીત પુરવની રે શું કરું,
હો મેવાડા રાણા મનડું લોભાણું તેને શું કરું,……ઓ રાણાજી,
રામજી ભજું તો મારુ હૈયું ઠંડુ થાય.
ભોજનિયાં નભાવે નયને નીંદલડી નઆય,……ઓ રાણાજી,
કંઠે માળા ડોવડી મારે શીળવરત શણગાર,
કેમકરી વીસરું રામનેમારા ભવભવનો ભરથાર,…ઓ રાણાજી,
પેઈયા બાસક ભેજીયા ને દયો મીરાંને હાથ.
હાર ગળામાં નાખીયોને મહેલ ભયો ઉજાસ,……ઓ રાણાજી,
વિષના પ્યાલા ભેજીયા ને દયો મીરાંને હાથ.
કરી ચરણામૃત પીગયા મારાતણે વિશ્વાસ,……ઓ રાણાજી,
વિષનાપ્યાલા પીગયાને ભજનકરે રાતદિન.
તારી મારી નહીં મરુ મને રાખણવાળો ઓર,……ઓ રાણાજી,
રાઠોડા ની દીકરી ને સીસોદા ને સાથ.
લઇજતી વૈકુંઠડે મારી પ્રથમ નમાની બાત,……ઓ રાણાજી,
મીરા દાસી રામકી ને રામ સબમેં હોઈ.
મીરાંકીલજ્યા રાખજો મારીબાહેગ્રહ્યાંની લાજ,…ઓ રાણાજી,