વ્હાલા મારા વૃંદાવનને ચોક || Vhala Mara Vrundavan Ne Chok Lyrics || Bhajan Lyrics

0
1850
વ્હાલા મારા વૃંદાવનને ચોક કે વહેલા  પધારજો  રે લોલ,
ગોકુળ  ગામ તણી વ્રજનાર કે વેગે બોલાવજો રે લોલ,

અમને રાસ રમ્યાના કોડ કે નાથ સંગ બેલડી રે લોલ,
લેવા મુખડાના મકરંદ કે મળી તે તવડી રે લોલ,

રડું જમનાજી કેરું નીર કે તટ રળિયામણો રે લોલ,
રૂડો બંસીવટ નો ચોક કે ચંદ્ર સોહામણો રે લોલ,

મળ્યો વ્રજવનિતા નો સાથ કે તાળી હાથ શુ રે લોલ,
માનિની મદમસ્ત ભીડે બાથ કે કોમળ ગાત શુ રે લોલ,

ફરતી ગાન કરે વ્રજનાર કે વચમાં શ્રી હરિરે લોલ,
કંકણ ઝાંઝર નો ઝમકાર કે ઘમકે ઘુઘરી રે લોલ,

જોવા માળિયા ચૌદે લોક કે ઇન્દ્ર ત્યાં આવિયા રે લોલ,
રૂડા પારિજાત ના પુષ્પે કે પ્રભુને વધાવિયાં રે લોલ,

બ્રહ્મા રુદ્ર ધરે એનું ધ્યાન કે પાર પામે નહિ રે લોલ ,
નાચે નરસૈંયો રસમગ્ન કે જોઈ લીલા નાથની રે લોલ,

=નરસિંહ મહેતા,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here