હરિ મને પાર ઉતાર || Hari Mane Par Utar Lyrics || Bhajan Lyrics

0
337
હરિ મને પાર ઉતાર,
નમી નમી વિનતિ કરું છું,

જગતમાં જનમીને બહુ દુઃખ દેખ્યા,
સંસાર  શોક નિવાર,….નમી નમી,

કષ્ટ આપે મને કર્મના બંધન,
દૂર તું કર કિરતાર ,…..નમી નમી,

આ સઁસાર વહ્યો વહ્યો જાય છે,
લક્ષ ચૌરાશી ધાર  ,…..નમી નમી,

મીરા કહે પ્રભુ ગિરધર નાગર,
આવાગમન નિવાર,…..નમી નમી,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here