આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે | Aavdo Vishvas Biju Kon Aape Re Lyrics

0
201
આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે
જીવ આવે ને જાય એને કોણ રોકે રે
શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે…આવડો…
શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે
પણ વણલેખે વાવરતા કોણ રોકે રે
અમરતનો કુંભ તારી નાભી માં ભર્યો
પણ ઢોળાય છે ધૂળમાં તને કોણ ટોકે રે…આવડો…
પરા ની વાણી તારા પિંડ માંથી બોલે
વિવેક ની ભાષા તને કોણ શીખવાડે
મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખેથી
એની રહેણીનો અભ્યાસ કોણ કરાવે…આવડો…
અખંડ આનંદ તારા ઉરમાં ભર્યો છે
પણ વાસના ના દોર માંથી કોણ છોડાવે
રોટીમાં રામને નામમાં ઉપાસના
આવા રહેણીના દાવે તને કોણ રમાડે…આવડો…
વચન નામનો મહિમા મોટો
સુરતાના દોરે તને કોણ ચડાવે
મુળદાસ મરમ પીડ બ્રહ્માંડમાં
આવો ફેરો સફળ સદગુરુ કરાવે…આવડો…
Aavdo Visvas Biju Kon Aape Re Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here