આવી આવી અલખ જગાયો | Aavi Aavi Alakh Jagayo Lyrics

0
734
આવી આવી અલખ જગાયો
એ.. બેની અમારે મહેલે ,
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે .. એ ..જી ..
વાલીડા મારા,
સત્ય કેરી સૂય ને , શબ્દોના ધાગા રે
હે… ખલકો રે ખૂબ બનાયો ,
એ.. બેની અમારે મહેલે ,
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે.. એ …જી ..
વાલીડા મારા ,
પેહરણ પીતાંબર ને, કેશરિયા વાઘા રે
એ … કેશર ભીનો તિલક લગાયો ,
એવો અમારે મહેલે ,
ઊત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે … એ …જી..
વાલીડા મારા,
ભમર ગુફામાં જોગીડે , આસન વાળ્યા રે
એ.. અનહદ નાદ બજાયો ,જોગીડે
એ .. એવા અમારા મહેલે,
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે … એ …જી..
વાલીડા રે મારા,
હિરે જોગીડા ને ,જન્મ મરણ ના આવે રે
એ … નહિ રે આયો ને, નહિ જોયો ,
એ.. એવા અમારે મહેલે,
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે … એ …જી..
વાલીડા મારા,
ત્રિકમ સાહેબ ,ખીમ કે રે ચરણે રે
એ … હરખ હરખ ગુણ ગાયો ,
એ એવો અમારે મહેલે ,
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો ને … એ ..જી …
Aavi Aavi Alakh Jagayo Lyrics
Narayan Swami Bhajan Lyrics

 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here