ભજન એક સત્યનામનું કરીએ | Bhajan Ek Satyanam Nu Kariye Lyrics

0
55
ભજન એક સત્યનામનું કરીએ રે
ભજન એક સત્યનામનું કરીએ રે
ભાવેથી ભવસાગર તરીએ રે (૨)
ભજન એક સત્યનામનું કરીએ રે…
સંસાર સુખ વાદળાની છાંયા રે
એમાં તને શેની લાગી માયા રે
તારી અમર નથી કાયા રે (૨)
ભજન એક સત્યનામનું કરીએ રે…
ભેળું કર્યું પડ્યું રેહશે નાણું રે
ભોજનિયાનું પડ્યું રેહશે ભાણું રે
ઓચિંતાનુ આવી જાશે ટાણું  રે (૨)
ભજન એક સત્યનામનું કરીએ રે…
કે માત તાત બેની બનેવી નારી
સંગાથે કોઈ ન આવે તારી
કે જમડા લ‌ઈ જાશે મારી રે (૨)
ભજન એક સત્યનામનું કરીએ રે…
શિખામણ માની લેજો છેલ્લી રે
પ્રભુજી વિના નથી કોઈ બેલી રે
કે મનમાંથી હું પદ દીયો મેલી રે (૨)
ભજન એક સત્યનામનું કરીએ રે…
Bhajan Ek Satyanam Nu Kariye
Maran Na Bhajan Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here