એક નીચો તે વર ના જોશો | Ek Uncho Te Var Na Josho Lyrics

0
117
એક તે રાજને દ્વારે રમંતા બેનીબા
દાદે તે હસીને બોલાવિયાં,
કાં કાં રે દીકરી તમારી દેહ જ દુબળી
આખંલડી રે જળે તે ભરી,
નથી નથી દાદા મારી દેહ જ દુબળી
નથી રે આંખલડી જળે ભરી,
એક ઊંચો તે વર ના જોશો રે દાદા
ઊંચો તો નિત્ય નેવાં ભાંગશે,
એક નીચો તે વર ના જોશો રે દાદા
નીચો તો નિત્ય ઠેબે આવશે,
એક ધોળો તે વર ના જોશો રે દાદા
ધોળો તે આપ વખાણશે,
એક કાળો તે વર ના જોશો રે દાદા
કાળો તે કુટુમ્બ લજાવશે,
એક કેડે પાતળિયો ને મુખે રે શામળિયો
તે મારી સૈયરે વખાણિયો,
એક પાણી ભરતી તે પાણીઆરીએ વખાણ્યો
ભલો તે વખાણ્યો મારી ભાભીએ,
Ek Uncho Te Varna Josho lyrics
Gujarati Lagnageet Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here