હરિજન આવો હરિ ગુણ ગવાય છે | Harijan Aavo Hari Gun Gavay Chhe Lyrics

0
148
હરિજન આવો રે હરિ ગુણ ગવાય છે
ભાવે ભજન કરો આયુષ્ય જાય છે ,
માત પિતા સુત બાંધવ દારા
અંત સમયે કોઇ નહી થનારા
ચેત સમજ મન કયાં અથડાય છે
ભાવે ભજન કરો આયુષ્ય જાય છે
હરિજન આવો રે ,
હરિ કથા, કીર્તન સતસંગ વિના
પાપના પોટલા બંધાતા નિશ દિન
પરનારી પરધન દેખીને લોભાય છે
ભાવે ભજન કરો આયુષ્ય જાય છે
હરિજન આવો રે ,
દાન ધર્મ કે દયા નહી દિલમાં
શ્રધ્ધા ન રાખે શાસ્ત્ર વચનમાં
ષડરિપુઓના ફંદે ફસાય છે
ભાવે ભજન કરો આયુષ્ય જાય છે
હરિજન આવો રે ,
સુગરા હોય તે શબ્દ વખાણે
નુગરા જીવ મતા મતિ તાણે
દાસ સતાર લેજો શબ્દો લુંટાય છે
ભાવે ભજન કરો આયુષ્ય જાય છે
હરિજન આવો રે ,
Harijan Aavo Hari Gun Gavay Chhe Lyrics
Maran Na Bhajan Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here