હેઠા ઉતરીને | Hetha Utarine Paay Lagya Lyrics | Gangasati Bhajan Lyrics

0
408
હેઠા ઉતરીને પાય લાગ્યા રે
ને ઘણો છે એનો ઉપકાર રે
અમાપક બુદ્ધિ થઇ ગઈ છે મારી
ને લાગ્યો અકરતા પુરુષમાં તાર રે ,
અખંડ અમર અવિનાશી ભાળ્યા
ને વસ્તુ છે અગમ અપાર રે
દયા કરીને મુજને દર્શાવિયા
ને અનામ એક નિર્ધાર રે ,
સમજીને વાસના સમાય ગઈ
ને અનુરૂપ છે એક રૂપ રે
આત્મને અલગ નવ જાણો
ને એ તો છે શુદ્ધ નિરંતર રૂપ રે
સર્વે ની સાથે મિત્રતા રાખજો
ને નહિ પ્રીત નહિ વેર રે
ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલીયા રે
એવું સમજીને કરવી લેર રે
Hetha Utarine Paay Lagya Lyrics
Gangasati Panbai Bhajan Lyrics 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here