આ ચાલી ભરવાને પાણી | Hu To Aa Chali Bharvane Pani Lyrics

0
75
હું તો આ ચાલી ભરવાને પાણી ,
મને બોલાવે સદગુરૂ જ્ઞાની ,
છોડી પિયરીયું મારે જાવું સાસરીયે ,
તેમાં સરમ મને સાની ,
મને બોલાવે સદગુરૂ જ્ઞાની ,
હવે પીયુજી વિના ઘડીએ ના ચાલે ,
વીતી જાશે આ જુવાની ,
મને બોલાવે સદગુરૂ જ્ઞાની ,
ઇંગલા પિંગલા નો મારગ છોડી,
હું સુસમણા માર્ગ જવાની ,
મને બોલાવે સદગુરૂ જ્ઞાની ,
ઉધમુધ કુવો બેની ગગનમંડલ માં,
એમાં અમૃત ભર્યું છે પાણી ,
મને બોલાવે સદગુરૂ જ્ઞાની ,
અધળ પધળમાં ગુરુજી બિરાજે ,
એની પૂરી મળી છે એંધાણી ,
મને બોલાવે સદગુરૂ જ્ઞાની ,
“દાસ સતાર” કહે ગુરું અનવર મળીયા ,
એવી વાતું બતાવી સાની સાની ,
મને બોલાવે સદગુરૂ જ્ઞાની ,
Hu To Aa Chali Bharva Pani Lyrics
Das Satar Bhajan Lyrics  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here