હે જી મને જીણો જીણો નાદ સંભળાય | Guruji Mara Aave Chhe Lyrics

0
560
હે જી મને જીણો જીણો નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે…
હે જી એના સવારીના સુર સંભળાય
હે જી મને જીણો જીણો નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે…
નયન થી નીરખતા ત્યાં તો
વાલો લાગે દૂર
ઓહમ સોહમ ના કીજીયે
એનું ગોતી લેજો નૂર
હે જી જીણી જીણી ઝાલર સંભળાય
ગુરૂજી મારા આવે છે…
પ્રથમ ગુરુજીને વિનવું
વંદન કરું વારંવાર
મોહ બંધન થી મુક્ત કરી
ઉતારો ભવ જળ પાર
હવે અનહદ નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે…
સેવા સદગુરુ દેવ ની
તન મનથી કરે કોઈ
દાસી જબુ કર જોડી વિનવે
આ અનુભવ ચક્ષુ કોઈ
સદગુરુ અવિનાશી પ્રગટ દેખાય
ગુરૂજી મારા આવે છે…
Heji Mane Jino Jino Nad Sambhadai Lyrics
Guruji Mara Aave Che Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here