કોણ તો જાણે બીજુ | Kon To Re Jane Biju Kon To Jane Lyrics

0
508
કોણ તો જાણે‚ બીજું કોણ તો જાણે‚મારી હાલ રે
ફકીરી ! બીજું કોણ તો રે જાણે ,
દેવાંગી વિનાનું બીજું કોણ તો જાણે .. મારી હાલ રે
જળની માછલિયું અમે પવને સંચરિયું રે ‚
ખરી રે વરતી રે મારી લગીરે ન ડોલે ,
કોણ તો જાણે બીજું કોણ તો જાણે .. દેવાંગી વિનાનું
કાચનાં મોતીડાં અમે હીરા કરી જાણશું રે
અઢારે વરણમાં મારા હીરલા ફરે રે ,
કોણ તો જાણે બીજું કોણ તો જાણે .. દેવાંગી વિનાનું
ચોરાશી સિદ્ધની ધૂણી પરબે બિરાજે રે ‚
સમરથ પુરુષ ભેળા રાસ રમે ,
કોણ તો જાણે બીજું કોણ તો જાણે .. દેવાંગી વિનાનું
પરબે જાઉં તો પીર શાદલ મળિયા રે ‚
શાદલ મળ્યેથી મારાં નેણલાં ઠરે ,
કોણ તો જાણે બીજું કોણ તો જાણે .. દેવાંગી વિનાનું
ભગતિનો મારગ ઓલ્યા નુગરા શું જાણે રે ‚
સમજ્યા વિનાના ઈ તો નોખાં તાણે ,
કોણ તો જાણે બીજું કોણ તો જાણે .. દેવાંગી વિનાનું 
દેવાંગી પ્રતાપે સતી અમરબાઈ બોલ્યાં રે ‚
સમરથ સેવે તો રૂડી સાનું મળે,
કોણ તો જાણે બીજું કોણ તો જાણે .. દેવાંગી વિનાનું
Kon To Jane Biju Kon To Jane Lyrics
Devangi Vinanu Biju Kon To Jane Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here