કોનાથી બગાડુ રામ | Konathi Bagadu Ram Lyrics

0
183
કોનાથી બગાડુ રામ કોનાથી બગાડુ ,
મારે જીવવું થોડુને રામ કોનાથી બગાડુ ,
વહેલા મોડુ સૌને જવાનું , દુનિયા છે મુસાફિર ખાનું ,
સુખના સુતેલા એને શીદને જગાડું ,
પંખીડા આવીને રેજો , વડલે તો વિસામો લેજો ,
ડરશો નહિ દિલમાં વીરા તમને નહિ ભગાડુ ,
કોણ છે વેરીને વ્હાલું , ઠાલા આવ્યા ને જાવુ ઠાલુ,
સાર છે સંપમાં વહાલા શંખ શું વગાડુ ,
અંતર જામી એટલું માંગુ , પર દુખે એકલો જાગુ ,
આંખને આંસુડે એની અગ્નિ બુઝાવુ ,
પુર્સોતમ કહે પ્રાણ પ્યારા સતગુરુ તારણ હારા ,
સમરણ સવાયા દેજો એવી લગની હું લગાડુ ,
Konathi Bagadu Ram
Prachin Bhajan Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here