મે તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા | Me To Siddh Re Janine Tamne Seviya Lyrics

0
636
મે તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા
મારા રુદિયામાં દિવસ ને રાત
હે જીવન ભલે ને જાગીયા …
મેં તો કરુણા ના કળશ સ્થપાવીયા
પાટે પધારિયા નકળંગ દેવી દાસ
હે જીવન ભલે ને જાગીયા …
મેં તો પ્રેમના પાટ મંડાવીયા
પાટે પધારિયા અમર દેવી દાસ
હે જીવન ભલે ને જાગીયા …
સખીયું સામૈયા કરોને મારા નાથના
મંગલ ગુણલા અમર માંના ગવાય
હે જીવન ભલે ને જાગીયા …
એવા નુરીજન મળ્યા છે મારા શ્યામને
આનંદ રુળો રે ઉરમાં વરતાય
હે જીવન ભલે ને જાગીયા …
ગરવા દેવાંગી પ્રતાપે અમરમાં બોલીયા
તમારા સેવકો ને ચરણોમાં રાખ રે
હે જીવન ભલે ને જાગીયા …

Me To Siddhre Jani Ne Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here