મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને | Mongho Manushya Deh Fari Fari Ne Lyrics

0
439
મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને
નહિ મળે વારંવાર
ભાઈ તું ભજી લેને કિરતાર ,
જુઠી માયા જુઠી કાયા
જૂઠો કુટુંબ પરિવાર ,
રાજા ભરથરી અને ગોપીચંદ
છોડી ગયા ઘરબાર ,
ભાઈ તું ભજી લેને કિરતાર ,
કામ ક્રોધ મદ મોહ માયા
જ્ઞાને જુઓ નથી સાર ,
આ અવસર જો ચુકી ગયા તો
ખાશો જમના માર ,
ભાઈ તું ભજી લેને કિરતાર ,
લાખો ગયા ને તું પણ જવાનો
મૂરખ મનમાં વિચાર ,
સાચું કહું છતા જુઠું માને તો
મુઆ કુટુંબને સંભાર ,
ભાઈ તું ભજી લેને કિરતાર ,
સંત ચરણ સદગુરુની સેવા
સજ્જન નો શણગાર ,
“દાસ સતાર” કહે કર જોડી
હરી ભજી ઉતરો ભવ પાર ,
ભાઈ તું ભજી લેને કિરતાર ,
Mongho Manushya Deh Lyrics
Bhai Tu Bhaji Le Ne Kirtar 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here