હે ઓધાજી મારા વાલાને વઢીને કેજો | Odhaji Mara Valane Vadhine Kejo Lyrics

0
325
હે ઓધાજી મારા વાલાને વઢીને કેજો જી
માને તો માનવી લેજો રે
મારા વાલાને વઢીને કેજો જી ,
મથુરાના રાજા થયા છો
ગોવાળોને ભૂલી ગ્યા છો
માનીતને મહેલે ગ્યા છો રે
મારા વાલાને વઢીને કેજો જી ,
કુબજા છે રંગે કાળી
કાળા તમે વનમાળી
જોડી આવી ક્યાંયે ન ભાળી રે
મારા વાલાને વઢીને કેજો જી ,
જમુનાને કાંઠે જાતા
લુંટી ને માખણ ખાતા
છોડ્યા કેમ જુના નાતા રે
મારા વાલાને વઢીને કેજો જી ,
એકવાર ગોકુલ આવો
માતાજીને મોઢે જાઓ
ગાયોને સાંભળી જાજો રે
મારા વાલાને વઢીને કેજો જી ,
વ્હાલાની મરજીમાં રહેશુ
જે કહે તે લાવી દેશું
કુબજા ને પટલાણી કેશુ રે
મારા વાલાને વઢીને કેજો જી ,
તમે છો ભક્તોના તારણ
એવી અમને હૈયા ધારણ
ગુણ ગાયે ભાગો ચારણ રે
મારા વાલાને વઢીને કેજો જી ,
દાસ મીઠાના સ્વામી
આવો તમે અંતરયામિ
પડી હશે કઈક અમારામાં ખામી રે
મારા વાલાને વઢીને કેજો જી ,
He Odhaji Mara Valane Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here