શાને કરે છે વિલાપ | Shane Kare Chhe Vilap Kaya Rani Lyrics

0
145
શાને કરે છે વિલાપ કાયારાણી
શાને કરે છે વિલાપ રે
તારે ને મારે હવે કાંઈ નથી ,
તારે ને મારે હવે કાંઈ નથી કાયારાણી રે
એમ જીવરાજા કહે છે જી …
ઘણા દિવસ નો ઘરવાસ આપણે
ઘણા દિવસ નો ઘરવાસ રે
મુકી ન જાવ મને એકલી
મુકી ન જાવ મને એકલી જીવરાજા રે
એમ કાયારાણી કહે છે જી …
મમતા મુકી દે માયલી
હવે અંતર થી છોડી દે આશ રે
રજા નથી મારા રામ ની
મને રજા નથી મારા રામ ની કાયારાણી રે
એમ જીવરાજા કહે છે જી …
અઘોર વનળા ની માય
જીવરાજા અઘોર વન ની માય રે
મુકી ન જાવ મને એકલી
તમે મુકી ન જાવ મને એકલી જીવરાજા રે
એમ કાયારાણી કહે છે જી …
શાને કરો છો વિલાપ કાયારાણી
શાને કરો છો હવે વિલાપ રે
ઓચિંતાના આવ્યા મુકામ
ઓચિંતા ના મુકામ આવ્યા કાયારાણી રે
એમ જીવરાજા કહે છે જી …
કયારે થશે હવે મીલાપ જીવરાજા
આપણોં કયારે થશે મીલાપ રે
વચન દઈ ને સીધાવજો તમે
વચન દઈ ને સીધાવજો જીવરાજા રે
એમ કાયારાણી કહે છે જી …
હતી ભાડૂતી વેલ કાયારાણી
હતી ભાડૂતી વેલ રે
આતો લેણ દેણ ના સબંધ છે
આતો લેણ દેણ ના સબંધ છે કાયારાણી રે
એમ જીવરાજા કહે છે જી …
દુર નથી મુકામ આપણો
હવે દૂર નથી મુકામ રે
મને આટલે પહોચાડી ને સીધાવજો
આટલે પહોચાડી ને સીધાવજો જીવરાજા રે
એમ કાયારાણી કહે છે જી …
હવે છેલ્લા રામ રામ કાયારાણી
હવે છેલ્લા રામ રામ રે
જાવુ ધણી ના દરબારમાં હવે
જાવુ ધણી ના દરબારમાં કાયારાણી રે
એમ જીવરાજા કહે છે જી …
પુરૂષોત્તમ ના સ્વામી શામળા
ભક્તો તણા રખવાળ રે
સાચા સગા છે એ સર્વ ના
સાચા સગા છે એ સર્વ ના કાયારાણી રે
એમ જીવરાજા કહે છે જી …
Shane Kare Chhe Vilap Kaya Rani Lyrics
Narayan Swami Na Bhajan Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here