વાગે ભડાકા ભારી ભજનના | Vage Bhadaka Bhari Bhajanna Lyrics

0
243
વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે ,
હોઓ … હોઓ … હોઓ … હોજી ,
બાર બીજના ધણીને સમરું , નકળંગ નેજા ધારી ,
ભજનના વાગે ભડાકા ભરી રે ,
હોઓ … હોઓ … હોઓ … હોજી ,
ધ્રુવ રાજાએ અવિચળ સ્થાપીઓ , પ્રહલાદે લીધો ઉગારી રે ,
હોઓ … હોઓ … હોઓ … હોજી ,
સંધ્યા ટાણે દૈત્ય સહાર્યો , હરીએ નોર વધારી ,
ભજનના વાગે ભડાકા ભરી રે ,
હોઓ … હોઓ … હોઓ … હોજી ,
તારા દેવીનું સત રાખવા માળી બન્યાતા મોરારી રે ,
હોઓ … હોઓ … હોઓ … હોજી ,
સુધન્વાને નાખ્યો કળામાં , ઉકળતી દેગ ઉતારી ,
ભજનના વાગે ભડાકા ભરી રે ,
હોઓ … હોઓ … હોઓ … હોજી ,
તોળી રાણીએ ત્રણ નર તાર્યા , જેસલ ઘરની નારી રે ,
માલે રૂપાના હેરણા હેર્યા , આરાધે મોજડી ઉતારી ,
ભજનના વાગે ભડાકા ભરી રે ,
હોઓ … હોઓ … હોઓ … હોજી ,
પળે પળે પીર રામદેને સમરું , એ છે અલખ અવતારી રે ,
હોઓ … હોઓ … હોઓ … હોજી ,
હરી ચરણે ભાટી હરજી બોલ્યા , ધણી ધાર્યો નેજા ધારી ,
ભજનના વાગે ભડાકા ભરી રે ,
હોઓ … હોઓ … હોઓ … હોજી ,
Vage Bhadaka Bhari Bhajan Na Lyrics
Ramapir Na Bhajan Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here