વનમાં રે મહાદેવનો છેલો | Vanma Re Mahadev No Chelo Lyrics

0
120
વનમાં રે મહાદેવજીને વનમાં રે પારવતી ,
વનમાં રે મહાદેવનો છેલો શંખલો વગાડે ,
શંખલાનો નાદરે જોવા જાઈ મહાદેવના મેળે હાલો રે પારવતી ,
વનમાં રે પાર્વતીજીના ઉતારા કરાવજો ,
વનમાં રે મહાદેવજીના ઉતારા કરાવજો ,
ઉતારા કરનારો હોઈ રે મહાદેવના મેળે હાલો રે પારવતી ,
વનમાં રે પાર્વતીજીને દાતાણીયા કરાવજો ,
દાતણનો કરનારો હોઈ રે મહાદેવના મેળે હાલો રે પારવતી ,
વનમાં રે પાર્વતીજીને નાવણીયા કરાવજો ,
નવાણીયા કરનાર હોઈ રે મહાદેવના મેળે હાલો રે પારવતી ,
વનમાં રે પાર્વતીજીને ભોજનીયા કરાવજો ,
ભોજનીયા કરનાર હોઈ રે મહાદેવના મેળે હાલો રે પારવતી ,
વનમાં રે પાર્વતીજીને પોઢણીયા કરાવજો ,
પોઢણીયા કરનારો હોઈ રે મહાદેવના મેળે હાલો રે પારવતી ,
નાક રે પ્રમાણે તમને નથડી ઘડાવું ,
નથડી પહેરીને જોવા જઈ રે મહાદેવના મેળે હાલો રે પારવતી ,
ડોક રે પ્રમાણે તમને હારલો ઘડાવું ,
હારલો પહેરીને જોવા જઈ રે મહાદેવના મેળે હાલો રે પારવતી ,
વનમાં રે મહાદેવજીને વનમાં રે પારવતી ,
વનમાં રે મહાદેવનો છેલો શંખલો વગાડે ,
Vanma Re Mahadev Lyrics  
Vanma Re Mahadev No Chelo Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here