https://amzn.to/46sNAa0
અંજાર થી રથડા જોડિયાં ને રે,
આવ્યા  માંડવ  ભૂમિ  માય રે,
દીઠી દેવાયતે પાંચાળી ભોમકારે,
અચરજ પામ્યા છે  અપાર રે….અંજાર થી,
ડગલેને પગલે દીઠાં દેવને દેવીઓ રે,
દેરા  દેરીનો   નહીં  પાર  રે,
ધરમની ધજાઓ સ્થળે સ્થળે ફરકે રે,
સિધ્ધ  સમાધિ   ઠારો  ઠાર રે….અંજાર થી,
ઠાંગા, બતગા ને કાળેરા ડુંગરા રે,
નવકુળ નાગના પ્રતાપી બાળકો રે,
બાંડિયો  બેલી  જેનું નામ  રે….અંજાર થી,
જોઈ  ગુફા ઊંડી ઝરીયા માદેવની રે,
દીઠી કડાંરેલી  કપિલ  વાવને  રે,
જોયા    તરણેતર    ધામ   રે….અંજાર થી,
જોઈ   ગુફા  ગેબીનાથ   ની રે,
કડાંરેલા     જોયેલા    દ્વાર     રે,
બાર જોજન લાંબા ભોંયરા    રે,
બારણાં    ગઢ    ગિરનાર    રે,….અંજાર થી,
દીઠા દેવળમોટા સૂરજદેવના રે,
જોયા     રજાદેવી     માત   રે,
જોયા ટબુકીયા માંદેવ ભોંયરે રે,
હાકલિયો    હનમો    પ્રખ્યાત રે,….અંજાર થી,
દીઠા ડુંગરીયે ઠાકર અવલીયો રે,
આયરાનો    જોગધર    દેવ   રે,
ખીરની માનતાએ તુષામાન થાતો રે,
પરચા   પૂરો એ    તતખેવ   રે,….અંજાર થી,
દીઠા    ચોટીલે માતા  ચામુંડા રે,
ડુંગર   પર   જેના    ધામ     રે,
પંચાળી ભોમમાં જાગતી જોગણીરે,
સ્મરણ   કર્યે  સિદ્ધે    કામ    રે,….અંજાર થી,
ગદા પ્રછટિયો હનુમાન હૂંફળે રે,
માંડવ  ગઢનો     રખેવાળ    રે,
કરતા સ્મરણ એ બજરંગ બંકડો રે,
સહાય   પહોંચે   છેં   તત્કાળ રે,….અંજાર થી,
માતાજી હોલ્ય અને સુંદરી ભવાની રે,
ધૂંધળી   બાવા   કેરા    ધામ    રે,
જોયા    પંચહર   ના  ભોંયરા  રે,
ફરતા    દેવાયત    ઠામોઠામ રે….અંજાર થી,
દેવાયત પંડિત,