https://amzn.to/46sNAa0
મનડું વીંધણું રાણા મનડું વીંધણું,
ચિતડું ચોરાણું રાણા શું રે કરું,
વિષ પીધે રાણા ના રે મરૂ ,…મારુ મનડું વીંધણું,
નિંદા કરેછે મારી નગરીના લોક રાણા,
તારી શિખામણ હવે મારે મન ફોક રાણા,
ચિતડું ચોરાણું રાણા શું રે કરું,
વિષ પીધે રાણા ના રે મરૂ ,…મારુ મનડું વીંધણું,
ભરી બજારમાંથી હાથી હાલ્યો જાય રાણા,
શ્વાન ભસે છે તેમાં હાથીને શું થાય રાણા,
ચિતડું ચોરાણું રાણા શું રે કરું,
વિષ પીધે રાણા ના રે મરૂ ,…મારુ મનડું વીંધણું,
ભૂલી રે ભૂલી હૂતો ઘરના રે કામ રાણા,
ભોજન ના ભાવે નૈણે નીંદ હરામ રાણા,
ચિતડું ચોરાણું રાણા શું રે કરું,
વિષ પીધે રાણા ના રે મરૂ ,…મારુ મનડું વીંધણું,
બાઈમીરા કહે પ્રભુ ગિરધરના ગુણ વ્હાલા,
પ્રભુ ને ભજીને હૂતો થઈ ગઈ ન્યાલ રાણા,
ચિતડું ચોરાણું રાણા શું રે કરું,
વિષ પીધે રાણા ના રે મરૂ ,…મારુ મનડું વીંધણું,
-મીરાંબાઈ,