મેં તો હૃદયમાં || Me To Hriday Ma Lyrics || Bhajan Lyrics

0
https://amzn.to/46sNAa0
મેં તો હૃદયમાં ઓળખ્યા રામ રાણા ઘરે નહિરે આવું,

મીરાંબાઈ  મહેલમાં રે  હરિ સંતન નો વાસ,
કપટીથી  હરિ દુર વસે મારા સંતન કેરા પાસ,…રાણા ઘરે,

રાણાજી કાગળ મોકલેરે દિયો રાણી મીરાંને હાથ,
સાધુની સંગત છોડી દયો તમો વસો અમારીસાથ,…રાણા ઘરે,

મીરાંબાઈ કાગળ મોકલે રે દયો રાણાજીને હાથ,
રાજ પાટ તમે છોડી રાણાજી વસો સાધુ સંગાથ,…રાણા ઘરે,

વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે દેજો મીરાંને હાથ,
અમૃત જાણી મીરા પી ગયા જેને સહાય વિશ્વનોનાથ,…રાણા ઘરે,

સાંઢણી વાળા સાંઢણી શણગારજે મારે જવું સો સો કૉસ,
રાણાજી ના રાજમાં મારે   જળ પીવાનો  દોષ ,…રાણા ઘરે,

ડાબો મેલ્યો મેવાડ રે મીરા ગઈ પશ્રીમ માંહ્ય,
સર્વ છોડી મીરા નીસર્યા જેનું માંહ્યમાં મનડું ન ક્યાંય,…રાણા ઘરે,

સાસુ અમારી સુષુમ્ણા રે સસરો પ્રેમ સઁતોષ,
જેઠ જગજીવન જગતમાં મારો નાવલિયો નિર્દોષ,…રાણા ઘરે,

સુંદડી ઓઢું ત્યારે રંગ ચુવે રે રંગબે રંગી હોય,
ઓઢું હું કાળો કામળો દુજો ડાઘ ના લાગે કોય,,…રાણા ઘરે,

મીરા  હરિની લાડકી રે  રહેતી સંત  હજુર,
સાધુ સંગાથે સ્નેહ ઘણો પેલા કપટીથી દિલ દૂર,…રાણા ઘરે,


-મીરાંબાઈ,



NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version