https://amzn.to/46sNAa0
પઢો રે પોપટ રાજા રામના,સતી સીતાજી પઢાવે,
પાસે રે બાંધવી રૂડું પાંજરું,મુખથી રામ જપાવે ,
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના,
પોપટ તારે કારણે લીલા વાસ વઢાવું ,
એનું રે ઘડાવું પોપટ પાંજરું હીરલા રાતને જડાવું,
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના,
પોપટ તારે કારણે શી શી રસોઈ રંધાવું,
સાકર ના કરી ચુરમા, ઉપરથી ઘી પીરસાવું ,
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના,
પાંખ પીળી ને પગ પાડુંરા, કોટે કાંઠલો કાળો,
નરસૈંયાના સ્વામી ને ભજો રાગ તાણી રૂપાળો,
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના,
Padho Re Popat Raja Ramna
Narshih Maheta Bhajan Lyrics