https://amzn.to/46sNAa0
રાણાજી મૈં તો ગોવિંદ કે ગુણ ગાશું,
રાજા રૂઠે નગરી રાખે,
હરિ રરૂઠયા કહા જાશું,…રાણાજી,
હરિમંદિર મેં નિરત કરીશું,
ઘૂંઘરિયા ઘમકાશું,,…રાણાજી,
રામ નામ કે જાપ ચલાશું,
ભવ સાગર તર જાશું,…રાણાજી,
યહ સંસાર બાડ કા કાંટા,
જ્યાં સંગત નહિ જાશું,…રાણાજી,
મિરાકહે પ્રભુ ગિરધર નાગર,
નિત ઉઠ દર્શન પાશુ ,…રાણાજી,
-મીરાંબાઈ,