https://amzn.to/46sNAa0
રામસભામાં અમે રમવાને ગ્યાં,તા
પસલી ભરીને રસ પીધો રે,.. હરિનો રસ પુરણ પાયો,
પહેલો પિયાલો મારા સદગુરુ એ પાયો,
બીજા પિયાલે રંગની હેલી રે,
ત્રીજો પિયાલો મારા રોમ રોમ વ્યાપ્યો,
ચોથે પિયાલે થઇ છું ઘેલી રે,….રામસભામાં,
રસ બસ એકરૂપ રસિયા સાથે,
વાત ન સૂઝે બીજી વાતે રે,
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે,
તે મારા મંદિરીયા માં મ્હાલે રે,….રામસભામાં,
અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધા,
અખંડ સૌભાગી અમને કીધા રે,
ભલે મળ્યા મહેતા નરસી ના સ્વામી,
દાસી પરમ સુખ પામી રે,….રામસભામાં,
=નરસિંહ મહેતા,