Shiv Bhajan Gujarati હે ભોળાનાથ ત્રિપુરારી | He Bholanath Tripurari Lyrics August 5, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપ તું દેવાધિદેવ સર્વનો છે માં ને બાપ તું , છે રાજ તારું શમ્ભુ ત્રિલોક પર અટલ આકાશ કે પાતાળ કે ધારા હો અટલ બ્રમ્હાંડમાં છે શક્તિ એ અમાપ તું દેવાધિદેવ સર્વનો છે માં ને બાપ તું, હું તો છું તું છે તરણું ભજુ નવાઈ શી ? ખુદ રામ કૃષ્ણ ભજતા આતમ ઊંડાણથી હે ભક્ત યા ઋષિની માળાનો જાપ તું દેવાધિદેવ સર્વનો છે માં ને બાપ તું , સમુદ્ર મંથને તું સાવ ભોળો રહી ગયો અમૃત પીધું છે સૌવે તું વિષ પી ગયો તેથી બન્યો દેવોનો દેવ આપો-આપ તું દેવાધિદેવ સર્વનો છે માં ને બાપ તું , કરમાં ત્રિશુલ ડમરું અને કંઠે સર્પમાળ ગંગા જીલી જટામાં ધરી છે રસાળ પ્રશાંત શાંત થાય એવું શરણ આપ તું દેવાધિદેવ સર્વનો છે માં ને બાપ તું , He Bholanath Tripurari Lyrics Shiv Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: