Shiv Bhajan Gujarati મેણાં ના કોઈ ને મારો | Mena Na Koi Ne Maro Lyrics June 12, 2021 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 મેણાં ના કોઈ ને મારો મનવા મેણાં ના કોઈ ને મારો , વીરા તમે વાણી વેદંતા વિચારો મેણાં ના કોઈ ને મારો , સતી પાર્વતી પાણી ભરે ત્યાં સાગરે શબ્દ ઉછર્યો , ત્રણ ભુવનના નાથની નારીને મળ્યો નહિ જલ ભરનારો , ગાગર ભરી ને ગવરી ચાલ્યા અંગમાં લાગ્યો અંગારો , મહાસાગરે મને મેણુરે માર્યું એનું ગુમાન ઉતારો , સુણી વચને શંકર બોલ્યા ધીરજ મનમાં ધરો , સાગર કિનારે આસન વળ્યાં જાપ જપે જટાવાળો , ત્રણ દિવસ શિવે તપ કર્યું ત્યાં બળવા લાગ્યો કિનારો , કર જોડીને સાગર વિનવે ક્ષમા કરોને દોષ મારો , બ્રહ્મા વિષ્ણુ કહે સાગરને હાથે કરીને કા હાર્યો , ચૌદ રતન તેના લૂંટી લીધા ને કીધો સાગર ખારો , ગુરુને પ્રતાપે ભણે પુરસોત્તમ બોલતા બોલ વિચારો , સિંધુ પુરી મને ચરણે રાખીને ભવસાગરથી તારો , Mena Na Koi Ne Maro પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: