Krishn Bhajan Gujarati સાચું બોલો રે મારા શ્યામ | Sachu Bolo Re Mara Shyam Re Kanuda Lyrics August 9, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 સાચું બોલો રે હે મારા શ્યામ રે કાનુડા , મોરલી રે વાળા મારા કાનજી , જુઠડા ન બોલો હે મારા શ્યામ રે કાનુડા , મોરલી રે વાળા મારા કાનજી , એવી કઈ રે એ રાણીએ તમને ભોળવિયા ને હો , વળી કઈ રે હે મળી તે કામણ ગારી , મોરલી રે વાળા મારા કાનજી , સાચું બોલો રે હે મારા શ્યામ રે કાનુડા , એવી રાણી રે રાધાએ અમને ભોળવિયા ને હો , ઓલી કુબજા મળી તે કામણગારી , મોરલી રે વાળા મારા કાનજી , સાચું બોલો રે હે મારા શ્યામ રે કાનુડા , એવા તમારે એ કારણીયે મેં તો ઘરબાર મેલ્યા હો , વળી છોળીયો સઘળો સંસાર , મોરલી રે વાળા મારા કાનજી , સાચું બોલો રે હે મારા શ્યામ રે કાનુડા , એવો તમારા એ વિનારે મારો આતમ તલખે હો , આવી તલખે સુંદર મારી કાયા રે , મોરલી રે વાળા મારા કાનજી , સાચું બોલો રે હે મારા શ્યામ રે કાનુડા , એવા મીરાબાઈ ગાવે વાલા ગીરીધર ના ગુણ , એવા વર તો શામળીયાને વરીયે , મોરલી રે વાળા મારા કાનજી , સાચું બોલો રે હે મારા શ્યામ રે કાનુડા , Sachu Re Bolone Mara Shyam Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: