ગુજરાતી ગરબા તારા વિના શ્યામ મને એકલડું લાગે | Tara Vina Shyam Mane Lyrics September 9, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 તારા વિના શ્યામ મને એકલડું લાગે , રાસ રમવાને વેલો આવજે , તારા વિના શ્યામ એકલડું લાગે , રાસ રમવાને વેલો આ..વ..જે… શરદ પૂનમની રાતડી , ઓહો .. ચાંદની ખીલી છે ભલી ભાતની , તું ના આવે તો શ્યામ , રાસ જામે ના શ્યામ , રાસ રમવાને વેલો આવ આવ આવ શ્યામ , તારા વિના શ્યામ મને એકલડું લાગે , ગરબે ઘૂમતી ગોપીઓ , ઓહો .. સુની છે ગોકુલની શેરીઓ , સુની સુની શેરીઓમાં , ગોકુળની ગલીઓમાં , રાસ રમવાને વેલો આવ આવ આવ શ્યામ , તારા વિના શ્યામ મને એકલડું લાગે , અંગ અંગ રંગ છે અનંગનો , રંગ કેમ જાયે તારા સંગનો , પાયલનો ઝંણકાર સુની , રુદિયાનો નાદ સુની , રાસ રમવાને વેલો આવ આવ આવ શ્યામ , તારા વિના શ્યામ મને એકલડું લાગે , Tara Vina Shyam Lyrics Navratri Dandia Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: