https://amzn.to/46sNAa0
ધ્યાન ધણી તણુ ધરવું બીજું મારે શું રે,
શું કરવું રે સુંદર શ્યામ બીજાને મારે શું કરવું રે,
નિત્ય  ઉઠીને અમે  નાઇયે  ને ધોઈ એ રે,
ધ્યાન  ધણી  તણું  ધરીયે   રે,
સંસાર સાગર મહાજળ ભરિયો રે વાલા,
તારા રે  ભરોસે  અમે  તરીયે  રે,…બીજું મારે,
સાધુ જનને ભોજન જમાડીએ વાલા,
જૂઠું  વધે  તે  અમે  જમીયે   રે,
વૃંદા તે વનમાં રાસ રચ્યો રે વાલા,
રાસ મંડળ માતો અમે રમીયે રે,…બીજું મારે,
હીર ને ચીર મને કામ ન આવે વાલા,
ભગવા  પહેરી ને  અમે  ભમિયેં  રે,
બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગુણ,
ચરણ  કમળ  ચિત્ત  ધરીયે રે,…બીજું મારે,
-મીરાંબાઈ,