https://amzn.to/46sNAa0
મારે વર તો ગિરધરને વરવું છે,
હા રે બીજાને મારે શું કરવું છે રે,…મારે વર તો,
નંદ ના કુંવર સાથે નેણલો બંધાણો રે,
હા રે મારે ધ્યાન ધણીનું ધરવું છે રે,…મારે વર તો,
ઓર પુરુષની મારે આશ ના કરવી રે,
હા રે મારે છેડલો ઝાલીને ફરવું છે રે,…મારે વર તો,
સંસાર સાગર મોહજાળ ભરિયો રે,
હા રે મારે તારે ભરોસે તરવું છે રે,…મારે વર તો,
બાઈમીરા કહે પ્રભુ ગિરધર ના ગર,
હા રે મારે રાસમંડળ માં રમવું છે રે,…મારે વર તો,
-મીરાંબાઈ,