Gujarati BhajanNarshih Maheta પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા | Pran Thaki Mane Vaishnav Vhala Lyrics August 21, 2019 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા હરનિશ એને ધ્યાવું રે, તપ તીરથ વૈકુંઠ, સુખ મેલી, મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે, અંબરીશ (રાજા) મુજને અતિ ઘણો વ્હાલો, દુર્વાસાએ માનભંગ કીધો રે, મેં મારુ અભિમાન ત્યજી ને, દશ વાર અવતાર લીધો રે, ગજને માટે હું ગરુડે ચડી પળિયો, મારા સેવક ની સુધ લેવા રે, ઉચ નીચ હું કાઈ નવ જાણું, મને ભજે તે મુજ જેવારે, લક્ષ્મીજી અર્ધાગના મારી, તે મારા સંતની દાસી રે , અડસઠ તીરથ મારા સંત ને ચરણે, કોટી ગંગા,કોટી કાશી રે, સંતચાલે ત્યાં હું આગળ ચાલુ, સંત સૂએ તો હું જાગું રે, જેમારા સંતની નિંદા કરે, તેને કુળ સહિત હું ભાગું રે , મારારે બાંધ્યા વૈષ્ણવ છોડાવે, વૈષ્ણવે બાંધ્યા નવ છૂટે રે, એક વાર વૈષ્ણવ મુજને બાંધે, તે બંધન નવ તૂટે રે , બેઠો ગાવે ત્યાં હું ઉભો સાંભળું, ઉભા ગાવે ત્યાં હું નાચું રે, વૈષ્ણવ જનથી ક્ષણ નહિ અળગો, ભણે નરસૈંયો ચાચુ રે, Pran Thaki Mane Vaishnav Vala Lyrics Narshih Maheta Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: