માનવમાં પંડિત || Manavma Pandit Lyrics || Bhajan Lyrics

0
https://amzn.to/46sNAa0
માનવમાં પંડિત લેખાણાં, વાંચ્યાં વેદ પુરાણ રે,
ધર્મંશાસ્ત્રના મર્મ ભરેલા, સાર નથી સમજાણા,
દેવાયત શીદ ભમો ભરમાણા રે,.,માનવ પંડિત,

સતી થકી મળે ગતિ મુક્તિ શાસ્ત્રોના પરમાણા રે,
નિરમળ વરતી જતી સતીની, ભક્તિના પરિયાણા,
દેવાયત શીદ ભમો ભરમાણા રે,.,માનવ પંડિત,

એક મતિ જે આદિ પંથના, નિજારના નીરમાણા રેં,
સોળ શબ્દ સદગુરૂએ આપ્યા, મહા ધરમ ફરમાણા,
દેવાયત શીદ ભમો ભરમાણા રે,.,માનવ પંડિત,

નકળંગીના ફરકે નેજા, જુગ જુગથી પુંજાણાં રે,
શક્તિ  ભક્તિ સદગુરુને ત્રાજૂડીયે  તોલાણા,
દેવાયત શીદ ભમો ભરમાણા રે,.,માનવ પંડિત,

શબ્દ કડવા ગણજો મીઠાં, મળે પંથ નિર્વાણા રે,
શિવ, શક્તિ સંકલ્પ મહીંથી, નિજિયા ધરમ થાપાણા,
દેવાયત શીદ ભમો ભરમાણા રે,.,માનવ પંડિત,

-દેવાયત પંડિત,

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version