દેવાયત પંડિત દાડા દાખવે | Devayat Pandit Dada Dakhave | Aagamvani Bhajan

0
https://amzn.to/46sNAa0
પેલા રે પેલા રે પવન ફરકશે રે,
નદીએ નવ હોય નીર,
ઓતર દિશાથી સાયબો (નકલંગ)આવશે,
આવશે હનુમાન વીર,
દેવાયત પંડિત દાડા દાખવે,
 
સુણ લ્યો દેવલ દે નાર,
આપણા ગુરુએ આગમ ભાખિયા રે,
જુઠડાં નહિ રે લગાર,
લખ્યારે ભાખ્યારે સોય દિન આવશે,
દેવાયત પંડિત દાડા દાખવે,  
ધરતી માથે રે હેમર હાલશે,
સૂના હશે નગરને મોજાર,
લખમી લુંટાશે લોકો તણી રે,
નહીં હોય રાવ કે ફરિયાદ,
દેવાયત પંડિત દાડા દાખવે,   
પોરો રે આવશે સંતો પાપનો,
ધરતી  માગશે રે  ભોગ,
કેટલાક ખડગે  સંહારશે,
કેટલાક મરીજશે રોગ ,
દેવાયત પંડિત દાડા દાખવે,   
જતી સતી ને સાબરમતી રે,
ત્યાં થાશે સુરાનો સંગ્રામ,
કાયમ કાલિંગાને મારશે રે,
ને  નકળંગ ધરશે  નામ,
દેવાયત પંડિત દાડા દાખવે, 
ખોટા પુસ્તક ને ખોટા હશે પાનિયા રે,
ને ખોટા હશે કાજીના કુરાન,
અસલજાદી સુડલો પેરશે ,
અવાહશે અગમના એંધાણ,
દેવાયત પંડિત દાડા દાખવે,   
કાંકરિયા તળાવે તંબુ તણાશે રે,
સો સો  ગામની  હશે  સીમ,
રુડીવેળા હશે  રળિયામણી,
ભેળા હશે અર્જુન ને ભીમ,
દેવાયત પંડિત દાડા દાખવે,  
સોળ કળાનો સુરજ ઉગશે,
ધરતી ત્રામ્બાવરણી થાશે,
કળિયુગ ઉથાપી સતયુગ સ્થપાશે,
આવીવાણી દેવાયત પંડિત ગાય,
દેવાયત પંડિત દાડા દાખવે,  

Pela Re Pela Re Pavan Farakashe Lyrics

Devayat Pandit Dada Dakhave

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version