https://amzn.to/46sNAa0
વારિ જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને,
લટકે ગોકુળ ગૌ ચારી ને, લટકે વાલો વશ રે,
લટકે જઈ દાનવળ પીધો, લટકે માર્યો કંસ રે,…વારિ જાઉં,
લટકે જઈ ગોવર્ધન ધરિયો, લટકે પલટન વાળી રે,
લટકે જઈ જમુનામાં પેસી, લટકે નાથ્યો કાળી રે,…વારિ જાઉં,
લટકે વામન રૂપ ધરીને,આવ્યા બલિને દ્વાર રે,
ઉઠ કદમ અવની માંગી, બલી ચાંપ્યો પાતાળ રે,…વારિ જાઉં,
લટકે રઘુપતિ રૂપ ધરીને, તાત ની આજ્ઞા પાળી રે,
લટકે રાવણ રણ મારીને, લટકે સીતા વાળી રે ,…વારિ જાઉં,
એવા લટકા છે ઘણેરા, લટકા લાખ કરોડ રે,
લટકે મળે નરસૈંઇ ના સ્વામી, હીંડે મોડા મોડ,…વારિ જાઉં,
=નરસિંહ મહેતા,