કામ છે કામ છે || Kam Chhe Kam Chhe Lyrics || Bhajan Lyrics

0
https://amzn.to/46sNAa0
કામ છે કામ છે કામ છે,  રે,
ઓધા નહિ રે આવુ મારે કામ છે,

શ્યામળિયા ભીને વાન છે,
ઓધા નહિ રે આવુ મારે કામ છે,

આ તીરે ગંગા ને પેલે તીરે જમના,
વચમાં ગોકુળિયું ગામ છે રે,…ઓધા નહિ રે આવુ,

સોનુ રૂપું મારે કામ ન આવે,
તુલસી તિલક પર ધ્યાન છે રે,…ઓધા નહિ રે આવુ,

આગલી પરસાળે મારા સસરાજી પોઢે,
પાછલી પરસાળે સુંદિર શ્યામ છે,…ઓધા નહિ રે આવુ,

મીરાંબાઈ કે પ્રભુ ગિરધર ના ગુણ,
ચરણ કમળ માં વિશ્રામ છે,…ઓધા નહિ રે આવુ,

-મીરાંબાઈ,

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version