https://amzn.to/46sNAa0
કાયા કારણ ભેખ લીધા રાણાજી,
મેં તો કારણ ભેખ લીધા,…. રાણાજી,
રમતા ને ભમતા જોગી આવ્યા આંગણિયે મારે,
દાસી જાણીને દર્શન દીધા,…. રાણાજી,
ગિરધર લાલ વિના ઘડીક ના ગોઠે રાણા,
હરિરસ ઘોળી ઘોળી પીધા,…. રાણાજી,
મોહને મોહ કર્યા કર્મ અતિશે રાણા,
કંથા પહેરીને નેડા કીધા,,…. રાણાજી,
બાઈમીરા કહે ગિરધર ના ગુણ વ્હાલા,
જંગલે જઈને ડેરા દીધા ,…. રાણાજી,
-મીરાંબાઈ,