https://amzn.to/46sNAa0
મારી વાડીના ભમરા, વાડીમારી વેડીશ માં,
વાડી વેડીશ માં ફૂલડાં તોડીશ માં,….
મારી વાડીમાં વહાલાં પવન પાંદડીઓ,
ધીરજ ધરજે મન તું દોડીશ માં,….
મારી વાડીમાં વહાલાં ચંપો ને મરવો,
વાશ લેજે તું ફૂલ તોડીશ માં,….
મારી વાડીમાં વહાલાં આંબો રે મોર્યો,
પાકા લેજે કાચા તોડીશ માં ,….
મારી વાડીમાં વહાલાં ત્રિકમ ટોયો,
ગોફણ લેજે ગોળો છોડીશ માં,….
બાઈમીરા કહે, પ્રભુ ગિરધર નાગર,
ચરણ કમળ ચિત્ત છોડીશ માં,….
-મીરાંબાઈ,