https://amzn.to/46sNAa0
જ્ઞાનકટારી મારી અમને પ્રેમ કટારી મારી,
મારે આંગણે રે તપસીઓ તપેરે,
કાને કુંડળ જટા ધારી રે…..રાણાજી અમને,
મકનોસો હાથી લાલ અંબાડી રે,
અંકુશ દઈ દઈ હરિ રે…..રાણાજી અમને,
ખારા સમદર માં અમૃતનું વહેણીયુ રે,
એવી છે ભક્તિ અમારી રે…..રાણાજી અમને,
બાઈમીરા કહે પ્રભુ ગિરધર નાગુણ,
ચરણ કમળ બલિહારી રે…..રાણાજી અમને,
-મીરાંબાઈ,