Gujarati BhajanGujarati DhunGujarati LokgeetNarshih Maheta નાગર નંદજીના લાલ | Nagar Nandji Na Lal Lyrics August 21, 2019 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતાં મારી નથડી ખોવાણી , કાના’ જડી હોયતો આપ, રાસ રમંતાં મારી નથડી ખોવાણી , નાની નાની નથડી ને મહી જડેલા મોતી, નથડી કારણ નૃત્ય કરું જોતી જોતી , નાની નાની નથડી ને મહી જડેલા હીરા, નથડી આપો ને મારા સુભદ્રાના વીરા , નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય, મોટેરી પહેરું તો મારા મુખ પર જોલા ખાય , આંબે બોલે કોયલડીને ને વનમાંબોલે મોર, રાધાજીની નથડીનો શામળિયો છે ચોર , નથડી કારણ મેં તો ઢૂંઢ્યું છે વૃંદાવન, નથડી આપોને મારા પ્રાણ, જીવન , નથડી આપોને પ્રભુ નંદના કુંવર, નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર , Nagar Nandji Na Lal Lyrics Narshih Maheta Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: