https://amzn.to/46sNAa0
પૂર્વ પશ્ચિમ શંભુ ચડશે,
એંસી હજાર લાખ જોધાર હો જી.
ભગવા છે ઘોડા ને ભગવી છે ટોપી,
ભગવા નિશાન ફરકશે હો જી.
ઉત્તર ખંડથી હનુમો ચડશે,
એંસી હજાર લાખ ઘોડા રે હો જી.
રાતા ઘોડા ને રાતી છે ટોપી
રાતા નિશાન ફરકશે હો જી.
પાતાળ દેશથી કાલીનાગ ચડશે
એંસી હજાર લાખ ઘોડા રે હો જી.
કાળા છે ઘોડા ને કાળી છે ટોપી
કાળા નિશાન ફરકશે હો જી.
બાર બાર મણની કમાનુ ઝાલશે
તેર તેર મણના ભાલકા હો જી.
હનુમાન યોદ્ધા ત્યાં જઈને લડશે
જઈ પાવે પહોંચાડ શે હો જી.
પાવાનો પતાઈ રાજ કરશે
તે દિ કાલિંગા ને મારશે હો જી,
કર્ણાવતી થી પાવા સુધી
પિત્તળ ની ઘાણી માંડશે હો જી.
કુડીયા કપટીયા ભુવા
પાવરિયાને ઘાણીએ ઘાલશે હો જી.
સોળ કળાનો સૂરજ ઉગશે તે દિ.
તાંબાવરણી ધરતી થાશે હો જી.
નવશે નવ્વાણું નદીઓ તે દિ
રેવાજી પાઘડી પતે થાશે હો જી.
મેઘાને માથે સોનાનું બેડુ તે દિ.
નકળંગ નાળિયેર ઝીલશે હો જી.
આબુગઢ જૂનાગઢ તોરણ બંધાશે
તે દિ નકળંગ નાર પરણશે હો જી.
સોળશે સતાણુ વરસ અઠાણું
નવ્વાણું સાલ માં થશે હો જી.
દેવાયત પંડિત વદે તે દિ.
નકળંગ નાર પરણશે હો જી,
-દેવાયત પંડિત,