ઘમ-ઘમે નગારા રે, હો જી રે માંડી ખોડલ ના ધામ માં આરતી ની શોભા અપાર, હો જી રે માંડી ખોડલ ના ધામ માં,
ગોહિલવાડનુ રે રાજપરા ગામ છે , તાતણીયા તીરે માંનુ તીરથ ધામ છે , આવે શ્રદ્ધાળુ અપાર હો જી રે માંડી ખોડલ ના ધામ માં ઘમ-ઘમે નગારા રે, હો જી રે માંડી ખોડલ ના ધામ માં આરતી ની શોભા અપાર, હો જી રે માંડી ખોડલ ના ધામ માં,
દેશ પરદેશથી રે માનતાયુ આવે , નવરંગ ચુંદડીને ચંદરવા લાવે , લાગે છે ભક્તોનો લાર હો જી રે માંડી ખોડલ ના ધામ માં ઘમ-ઘમે નગારા રે, હો જી રે માંડી ખોડલ ના ધામ માં આરતી ની શોભા અપાર, હો જી રે માંડી ખોડલ ના ધામ માં,
માંડીના થાનકે ખમકારા થાઈ છે , ભેળા મળીને ભક્તો ગુણ માંના ગાઈ છે , ઉડે અબીલને ગુલાલ હો જી રે માંડી ખોડલ ના ધામ માં ઘમ-ઘમે નગારા રે, હો જી રે માંડી ખોડલ ના ધામ માં આરતી ની શોભા અપાર, હો જી રે માંડી ખોડલ ના ધામ માં,
માં ને ભરોશે તાંતણીયે નાતા, નાતા રે જાતા ને ગીતડા રે ગાતા, મનના રે પાતક જાય હો જી રે માંડી ખોડલ ના ધામ માં ઘમ-ઘમે નગારા રે, હો જી રે માંડી ખોડલ ના ધામ માં આરતી ની શોભા અપાર, હો જી રે માંડી ખોડલ ના ધામ માં,
સુર મંદિર માંડી ઉતારે આરતી, હર દમ તો માંડી રેજે હરખાવતી, ગુણલા હેમંત તો ગાય હો જી રે માંડી ખોડલ ના ધામ માં ઘમ-ઘમે નગારા રે, હો જી રે માંડી ખોડલ ના ધામ માં આરતી ની શોભા અપાર, હો જી રે માંડી ખોડલ ના ધામ માં,