https://amzn.to/46sNAa0
પ્રેમ થકી અમને પ્રભુજી મળ્યાં,
નિત્ય નિત્ય ભજીયે તારું નામ તારું નામ,
પ્રેમ થકી અમને પ્રભુજી મળ્યાં હો જી,
આણી કોરે ગંગા વાલા પેલી તીરે જમુના,
વચમાં ગોકુળિયું રૂડું ગામ છે રે,….પ્રેમ થકી,
વૃંદા તે વનના ચોકે રાસ રચ્યો છે વ્હાલા,
સોળસે ગોપીમાં ઘેલો કાન રે,….પ્રેમ થકી,
અન્ન ન ભાવે નયણે નિદ્રા ન આવે વ્હાલા,
સે જે પધારો સુંદર શ્યામ રે,….પ્રેમ થકી,
બાઈ મીરા કહે ગિરધર ના ગુણ વ્હાલા,
છેલ્લી ઘડી ના રામ રામ રે રે,….પ્રેમ થકી,
-મીરાંબાઈ,