https://amzn.to/46sNAa0
મારા ભાગ્ય ફળ્યાં રે,
આજમારે સાધુ જનોનો સંગ રે રાણા,
મારા ભાગ્ય ફળ્યાં રે આજ,……,
સાધુજનોનો સંગ જો કરીયે પીયાજી,
ચડે તે ચો ગણો રંગ રે ,….મારા ભાગ્ય,
સાફૂટ જનનો સંગ ન કરીયે પીયાજી,
એ તો પાડે ભજનમાં ભંગરે,….મારા ભાગ્ય,
અડસઠ તીરથ સંતોને ચરણે પીયાજી,
કોટી કાશી ને કોટી ગંગ રે,….મારા ભાગ્ય,
નિંદા કરશે તે તો નર્કમાં જાશે પીયાજી,
થાશે આંધળા ને અપંગ રે,….મારા ભાગ્ય,
મીરાકે ગિરધરના ગૂણ ગાયે પીયાજી,
સંતોની રજમાં શીર સંગ રે,….મારા ભાગ્ય,
-મીરાંબાઈ,