વાંક નથી કાંઈ અમારો | Vank Nathi Kai Amaro Lyrics

0
https://amzn.to/46sNAa0
વાંક નથી કાંઈ અમારો , લક્ષ્મણ વાંક નથી અમારો ,
દોષ નથી રે અમારો , લક્ષ્મણ દોષ નથી કાંઈ અમારો ,
સતી સીતાજી રથમાં બેઠા લક્ષ્મણ હાંકન હારો ,
ઋષિ મુનિનો આશ્રમ આવ્યો આવ્યો છે ગંગા કિનારો ,
લક્ષ્મણ કહે છે સુણો માતાજી ખેલ કર્મનો ન્યારો ,
કોઈ કારણ રામ રૂઠ્યાં છે ત્યાગ કર્યો છે તમારો ,
રડતે હૃદયે સીતાજી બોલિયાં શું થયો અપરાધ અમારો ,
તનમનથી રામને સેવ્યા ધર્મ સતીનો મેં ધાર્યો ,
નગરમાં એક નરનારી લડતા ધોબી બોલ્યો ધૂતારો ,
રામે સીતાજીને પાછા રાખ્યા એવો નહિ હું થનારો ,
વનવગડામાં જીવન વિતાવ્યું આવ્યો નહિ દુઃખનો આરો ,
અવિચારી જનના વચને ત્યાગી બળતાને શીદ બાળો ,
મારે માટે રામે રાવણને માર્યો બાંધ્યો સાગર ખારો ,
જો ભાવિની ખબર હોત તો પ્રાણ તજત હું મારો,
ગર્ભવતીને કોણ સાચવશે એકલડી ને ઉગારો ,
પુરસોત્તમ એવા લક્ષ્મણ બોલિયાં સહુનો રામ રખવાળો ,  
Vank Nathi Kai Amaro Bhajan Lyrics
Prachin Gujarati Bhajan Lyrics

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version