Gujarati DhunNarayan SwamiNarayan Swami Gujarati કોને કહું આ દીલડાની વાતું | Nathi Rehvatu , Kone Kahu Dildani Vatu | Bhajan Lyrics January 3, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 કોને કહું આ દીલડાની વાતું , નથી રે રહેવાતું , હવે નથી રહેવાતું , જેને જેને કહું તે તો કહ્યું ના માને, મને મુરખ ગણીને મારે લાતું, હવે નથી રે રહેવાતું … ઘેલા રે લોકડીયા મારી ગત શું જાણે, મારા રુદયામાં કાંઈ કાઇ થાતું, હવે નથી રે રહેવાતું … દિલના દરદ તો દર્દી દિલ જાણે, ઓલા વૈદો ને નથી સમજાતું, હવે નથી રે રહેવાતું … સુગરા મળે તો શાંતિ રે સ્થાપે, ઓલા નુગરા પાછળ કરે વાતું, હવે નથી રે રહેવાતું … કહે છે, ‘સતાર દાસ’ ભજો એક અવિનાશ, ભક્તિ કરતાં રહે છે મન રાતું, હવે નથી રે રહેવાતું … પ્રભાતિયા ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી લગ્નગીત ગુજરાતી ગરબા Share this: