Das Dhira Na BhajanPrachin Gujarati Bhajan હેતે હરિરસ પીજીએ | Hete Hari No Ras Pijiye Lyrics February 8, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર, કંઇક રાજા ને કંઇક રાજિયા, હાં રે મેલી ચાલ્યા સઁસાર, હેતે હરિરસ પીજીએ… સંસાર ધુમાડાના બાચકા રે, સાથે આવે ન કોઇ, રંગ પતંગ નો ઉડી જશે, હાં રે જેમ આકડાનુ નૂર, હેતે હરિરસ પીજીએ… કેના છોરુ ને કેના વાછરું કેના માય ને બાપ, અઁતકાળે જાવુ એકલુ , હાઁ રે સાથે પુણ્ય ને પાપ્, હેતે હરિરસ પીજીએ… માળી વિણે રુડાં ફુલડાં રે કળીઓ કરે છે વિચાર, આજનો દિવસ રળિયામણો હાં રે કાલ આપણ શિરઘાત, હેતે હરિરસ પીજીએ… થયા તે ત સર્વે જશે રે, નથી કાયા રહેનાર, મરનારને તમે શું રે રુઓ? હાં રે રોનાર નથી રહેનાર, હેતે હરિરસ પીજીએ… દાસ ‘ધીરો’ રમે રંગમાં રે રમે દિવસ ને રાત, હું અને મારું મિથ્યા કરો , હાં રે રમો પ્રભુ સંગાથ, હેતે હરિરસ પીજીએ… Hete Harino Ras Pijiye Lyrics Das Dhira Bhagat Na Bhajan પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: